મારે શું તને કહેવું, કાંઈ કહેવા જેવું નથી
મારે શું તને આપવું, કાંઈ બાકી તો રહેતું નથી
હે ઈશ્વર, તારી સામે તો કાંઈ છૂપું રહેતું નથી
દિલના ઊંડાણમાં છૂપેલી વાત પણ તું જાણે છે
મારી હર વાત તો તું જાણે છે
ખાલી એક પ્રાર્થના તને કરી શકું
ખાલી એક વિનંતી કરી શકું
કે તારાથી આ દૂરી, તું ખતમ કર
મારી આ અવસ્થામાંથી બહાર કાઢી, તું મને તારામાં સમાવ
મને તારામાં એક કર, મને તારામાં એક કર
- ડો. હીરા