મૃત્યુલોકમાં છીએ, એટલે તો ડરીએ છીએ
કે મૃત્યુ પછી શું થશે
શરીરમાં છીએ, એટલે તો ડરીએ છીએ
કે લાચારીમાં શું થશે
સંબંધો છે, એટલે તો ડરીએ છીએ
સંબંધો છુટશે તો શું થશે
ધન છે, એટલે તો ડરીએ છીએ
કે ધન નહીં હોય તો શું થશે
કેવી રીતે જીવીએ છીએ, ડરી ડરીને જીવીએ છીએ
આ જીવનને જીવન કહેવાય?
આ તો ખાલી દુઃખ ન થાય એટલે જીવીએ છીએ
- ડો. હીરા