હું તો ભગવાન છું, પણ મને એની હજી ખબર નથી,
કે હું તો પ્રેમ છું, પણ મને હજી એ મળ્યો નથી,
હું તો શક્તિ છું, પણ થાકી પાકી જાઊં છું,
હું તો અસીમિત છું, પણ સીમિત બની જાઊં છું.
હું તો વિશ્વાસ છું, પણ અવિશ્વાસમાં હું પલું છું,
કે હું તો સત્ય છું, પણ અસત્યમાં રમું છું.
હું તો અનંત છું, પણ અંત મારો હું ખુદ કરું છું,
કે હું તો સર્વમાં છું, પણ સર્વને ના અપનાવી શકું છું.
હું તો વિશ્વપ્રસિદ્ધ છું, પણ વિશ્વમાં અણજાણ છું,
કે હું તો જ્ઞાન છું, છતાં હું આ બધામાં અજ્ઞાની છું.
- ડો. હીરા