જેમતેમ કરીને કાર્ય પાર થયું
માંડ માંડ કરીને એ તો ખતમ થયું
ઇચ્છાઓ બધી જ્યાં ખતમ થઈ
ત્યાં કાર્યસમાપ્તિની ખૂશી થઈ
હારીથાકીને જ્યાં કાર્ય ખતમ થાય
ભાષા એની તો નષ્ટ થાય
માર્ગમાં જ્યાં હાર પથરાય
ત્યાં વર્તનમાં તો અહંકાર પથરાય
કાર્યમાં જ્યાં સફળતા પમાય
ત્યાં વ્યવહારમાં તો અભિમાન છલકાય
માંડ માંડ કે જેમતેમ, ઉચિત અનુચિત ના દેખાય
આડંબર આખરે ત્યાંથી શરૂ થાય
વિશ્વાસ જ્યાં હૈયામાં છલકાય
ત્યાં જ તો કાર્ય સમાપ્તિ પર આભાર મનાય
- ડો. હીરા