મારે કાંઈ જોઈતું નથી, મારે કાંઈ જાણવું નથી
હરકોઈ એના મનના ઇશારે ચાલે છે
આખરે મારે મારી મંજિલ ભૂલવી નથી
હરકોઈ એક બીજાને પ્રેરણા આપે છે
હરકોઈ ક્યારે ન ક્યારે ભરમાય છે
આખરે મારે મારું કાર્ય કરવું છે, બીજું કાંઈ તો જોઈતું નથી
આધાર જીવનનો આપણે જ છીએ, જિમ્મેદાર આપણે જ છીએ
કોઈના ઇશારે ચાલીને, આપણે તો ભરમાવાનું છે
પોતે જ પોતાની જાતને કોસવાની છે
મારું જીવન મારું છે, મારું જીવન મારી જ જવાબદારી છે
- ડો. હીરા