જ્યાં નિઃસ્વાર્થ ભાવોની કમી છે, ત્યાં પ્રેમની તો બહાર છે,
જ્યાં કાર્યમાં નમી છે, ત્યાં પ્રેમની તો ફુવાર છે.
જ્યાં આંગણાંમાં ખીલતા ગુલાબ છે, ત્યાં હૈયામાં વિશ્વાસની ભરતી છે,
જ્યાં વેરાન હૈયામાં પ્રેમ છે, ત્યાં દ્વંદ્વોની તો મહેફિલ છે.
જ્યાં આજ્ઞાનું પાલન છે, ત્યાં જીવન તો સુગંધિત છે,
જ્યાં અપેક્ષાની કયારી છે, ત્યાં જીવન તો દુઃખથી ભરેલું છે.
જ્યાં અંધકારમાં જીવન વ્યાપ્ત છે, ત્યાં દુવિધામાં તો સર્વ છે,
જ્યાં જ્ઞાનનો પ્રકાશ છે, ત્યાં જ તો જીવનનો સાર છે.
જ્યાં જીવનમાં સંઘર્ષ છે, ત્યાં જ આત્માની ઓળખાણ થાય છે,
જ્યાં વૈરાગ્યમાં મન છે, ત્યાં જ ધરતીમાં રહેલા હર જીવ સાથે ઓળખાણ છે.
- ડો. હીરા