જ્યાં સમયની રફતાર વધતી જાય છે
ત્યાં અંતરમાં અંતર વધતું જાય છે
જ્યાં પ્રેમની નૈયા ડૂબતી જાય છે
ત્યાં જ્ઞાનનો ભંડાર ખૂટતો જાય છે
જ્યાં દિવ્ય આભાસ પૂરો થાય છે
ત્યાં માયાની જાળ ફેલાઈ જાય છે
ત્યાં અંધકાર છવાઈ જાય છે
ત્યાં જીવ પોતાની ઓળખાણ ભૂલી જાય છે
- ડો. હીરા