ખોજ અમારી ચાલુ જ છે
પ્રભુ, તારા દર્શનની વાટ જોવાય છે
વિશ્વાસ અમારો સ્થિર છે
તારા ખોળામાં મન કાબૂમાં છે
અત્યંત જન્મોના શ્વાસો લઈએ છીએ
ઋણાનુંબંધને પૂરું કરીએ છીએ
ધીરજમાં રહીયે છીએ
મિલનના ગીતો ગાઈએ છીએ
ધર્મને સમજીએ છીએ
હરએક ઈચ્છાને સમર્પણ કરીએ છીએ
અંતરમાં તને પૂજીયે છીએ
પ્રભુ, તારા જ પ્રેમમાં અમે ડૂબીયે છીએ
શરીરભાન ભૂલીએ છીએ
તારી લીલાનાં ખેલમાં અમે ખુદને વિસરીએ છીએ
- ડો. હીરા