મંઝિલે મંઝિલે શોધતો ગયો હું, પણ મંઝિલ ના દેખાઈ;
આસાન હર વાતો કરતો ગયો, પણ રસ્તો સીધો ન દેખાયો;
પ્રેમથી તો પોકારતો રહ્યો, પણ મારી હકીકત ન દેખાઈ;
આરઝૂંમાં તમારી ગોતતો રહ્યો, પણ મારી રાહ ન દેખાઈ;
અવિશ્વાસના પડદા ખોલતો રહ્યો, પણ વિશ્વાસ દિલમાં ના જાગ્યો;
ઉંમરમાં મોત નજદીક આવતું રહ્યું, પણ ઘડપણ ના દેખાયું;
જે સામે છે એ ખૂલે આમ છે, પણ સામે કંઈ ન દેખાયું;
દ્રષ્ટિ મળી છે જોવા માટે, પણ સાચાં દ્રશ્યો ન દેખાયાં;
પડદા માયાના ખોલતો રહ્યો, પણ મારી હકીકત ન જાણી.
- ડો. હીરા