ફાયદાની વાતો શું કરો છો જ્યાં પ્રેમના સૂર પુરાય છે;
અમીરીની વાતો શું કરો છો, જ્યાં અફસોસ જિંદગી પર થાય છે.
નુકસાનની વાતો શું કરો છો, જ્યાં કાર્યો હજી બાકી છે;
વ્યર્થ આ જિંદગીને શું કરો છો, પ્રભુને ભજવાના બાકી છે.
વિશ્વાસની વાતો શું કરો છો, જ્યાં બે ડગલે મુશ્કેલી ઊભી છે;
અવસ્થાની શું વાતો કરો છો, જ્યાં મનના મેળ થવા બાકી છે.
અધીરતા છૂટવાની વાતો શું કરો છો, જ્યાં આરંભ શાંતિનો બાકી છે;
વ્યવહારની વાતો શું કરો છો, જ્યાં આ જન્મમાં પામવાનું હજી બાકી છે.
પ્રભુની વાતો શું કરો છો, જ્યાં પ્રભુને હજી સમજવાના બાકી છે.
- ડો. હીરા
phāyadānī vātō śuṁ karō chō jyāṁ prēmanā sūra purāya chē;
amīrīnī vātō śuṁ karō chō, jyāṁ aphasōsa jiṁdagī para thāya chē.
nukasānanī vātō śuṁ karō chō, jyāṁ kāryō hajī bākī chē;
vyartha ā jiṁdagīnē śuṁ karō chō, prabhunē bhajavānā bākī chē.
viśvāsanī vātō śuṁ karō chō, jyāṁ bē ḍagalē muśkēlī ūbhī chē;
avasthānī śuṁ vātō karō chō, jyāṁ mananā mēla thavā bākī chē.
adhīratā chūṭavānī vātō śuṁ karō chō, jyāṁ āraṁbha śāṁtinō bākī chē;
vyavahāranī vātō śuṁ karō chō, jyāṁ ā janmamāṁ pāmavānuṁ hajī bākī chē.
prabhunī vātō śuṁ karō chō, jyāṁ prabhunē hajī samajavānā bākī chē.
|
|