મનુષ્યદેહ જ્યાં હજી મળ્યો નથી, કે બેકાબૂ મન ઊછળે છે;
સૌંદર્ય હજી જ્યાં જોયું નથી, ત્યાં એને પામવાની દોડ લાગે છે;
ઇચ્છા હજી એક પૂરી થઈ નથી, ત્યાં હજારો ઇચ્છા જાગે છે;
સફળતા હજી જ્યાં મળી નથી, ત્યાં અહં અંધકાર બને છે;
મનમાં હજી પ્રભુ વસ્યા નથી, ત્યાં એને નાચ નચાવવાની તૈયારી કરીએ છીએ;
સમજણ હજી જ્યાં મળી નથી, ત્યાં પોતાની સોચને સાચી ગણીએ છીએ;
આ છે અસુરોની સંખ્યા આપણી અંદર, નાશ કરવા ઇચ્છીએ છીએ.
ચંડીનું આહવાન કર્યા વિના, ના એમનો કંઈ નાશ થાય છે;
રક્તબીજ, મહિષાસુર, ધૂમ્રલોચન, શુંભ-નિશુંભ, મધુ કૈટબની, આ સેના છે;
શરણ પ્રભુનું લીધા વિના, ના એમનો કંઈ અંત થાય છે.
ભજો સર્વે પ્રભુને, પછી સમર્પણ કરો એમને, ત્યારે જ્ઞાનની ગંગા વહે છે;
ઉમ્મીદના કિરણો મળે છે, સહુને માર્ગદર્શન મળે છે;
ગીતાનો સાર, બાઇબલ નો ઉપદેશ, પ્રભુની વાણી મળે છે;
ગ્રંથસાહેબ અને ગ્રંથ ભજનાવલિ મળે છે, અંતનો અનુભવ મળે છે;
ચરણમાં ચેન મળે છે, ઇચ્છા પર કાબૂ મળે છે, એકરૂપતા મળે છે.
- ડો. હીરા
manuṣyadēha jyāṁ hajī malyō nathī, kē bēkābū mana ūchalē chē;
sauṁdarya hajī jyāṁ jōyuṁ nathī, tyāṁ ēnē pāmavānī dōḍa lāgē chē;
icchā hajī ēka pūrī thaī nathī, tyāṁ hajārō icchā jāgē chē;
saphalatā hajī jyāṁ malī nathī, tyāṁ ahaṁ aṁdhakāra banē chē;
manamāṁ hajī prabhu vasyā nathī, tyāṁ ēnē nāca nacāvavānī taiyārī karīē chīē;
samajaṇa hajī jyāṁ malī nathī, tyāṁ pōtānī sōcanē sācī gaṇīē chīē;
ā chē asurōnī saṁkhyā āpaṇī aṁdara, nāśa karavā icchīē chīē.
caṁḍīnuṁ āhavāna karyā vinā, nā ēmanō kaṁī nāśa thāya chē;
raktabīja, mahiṣāsura, dhūmralōcana, śuṁbha-niśuṁbha, madhu kaiṭabanī, ā sēnā chē;
śaraṇa prabhunuṁ līdhā vinā, nā ēmanō kaṁī aṁta thāya chē.
bhajō sarvē prabhunē, pachī samarpaṇa karō ēmanē, tyārē jñānanī gaṁgā vahē chē;
ummīdanā kiraṇō malē chē, sahunē mārgadarśana malē chē;
gītānō sāra, bāibala nō upadēśa, prabhunī vāṇī malē chē;
graṁthasāhēba anē graṁtha bhajanāvali malē chē, aṁtanō anubhava malē chē;
caraṇamāṁ cēna malē chē, icchā para kābū malē chē, ēkarūpatā malē chē.
|