પરમાત્માની દેન છે કે એ નિસ્વાર્થ પ્રેમ છે
વિશ્વાસમાં એ અડગ છે કે કૃપા સતત વરસાવે છે
મજબૂત એ બનાવે છે, અંતર આત્મા જગાડે છે
વિશ્વ આખામાં શાંતિ છે, પૂર્ણતાનો પ્રકાશ છે
મહેફિલ એની ચારે કોર છે, આનંદથી એ ભરપૂર છે
પ્રીત એ સહુને કરે છે, ધીરજમાં ન ખૂટે છે
હરપળ ભક્તોને પોકારે છે, ભરીભાષા પ્રેમની શિખવાડે છે
પૂર્ણ મિલન એ તો ચાહે છે, પોતાની ઓળખાણ સહુમાં ચાહે છે
નિરાશ ન એ કદી થાય છે, પોતાને જ સહુ કોઈમાં જુએ છે
ધરતી આકાશ એક જ છે, એની લીલાનું જ આ સંગીત છે
- ડો. હીરા
paramātmānī dēna chē kē ē nisvārtha prēma chē
viśvāsamāṁ ē aḍaga chē kē kr̥pā satata varasāvē chē
majabūta ē banāvē chē, aṁtara ātmā jagāḍē chē
viśva ākhāmāṁ śāṁti chē, pūrṇatānō prakāśa chē
mahēphila ēnī cārē kōra chē, ānaṁdathī ē bharapūra chē
prīta ē sahunē karē chē, dhīrajamāṁ na khūṭē chē
harapala bhaktōnē pōkārē chē, bharībhāṣā prēmanī śikhavāḍē chē
pūrṇa milana ē tō cāhē chē, pōtānī ōlakhāṇa sahumāṁ cāhē chē
nirāśa na ē kadī thāya chē, pōtānē ja sahu kōīmāṁ juē chē
dharatī ākāśa ēka ja chē, ēnī līlānuṁ ja ā saṁgīta chē
|
|