તને ઓળખું, એ જ મારો શ્વાસ છે,
તને પામું, એ જ મારી મંઝિલ છે.
તને જોવું, એ જ મારો ઈકરાર છે,
તને સમજું, એ જ મારો આધાર છે.
તને સ્વીકારું, એ જ મારો વિશ્વાસ છે,
તને સંભળાવું, એ જ મારા ગીત છે.
તને સવારું, એ જ મારી ઈચ્છા છે,
તને ખવડાવું, એ જ મારો અધિકાર છે.
તને જગાડું, એક દિવ્ય નૃત્ય છે,
તને મારામાં પામું, એ જ તો એકરૂપતા છે.
- ડો. હીરા
tanē ōlakhuṁ, ē ja mārō śvāsa chē,
tanē pāmuṁ, ē ja mārī maṁjhila chē.
tanē jōvuṁ, ē ja mārō īkarāra chē,
tanē samajuṁ, ē ja mārō ādhāra chē.
tanē svīkāruṁ, ē ja mārō viśvāsa chē,
tanē saṁbhalāvuṁ, ē ja mārā gīta chē.
tanē savāruṁ, ē ja mārī īcchā chē,
tanē khavaḍāvuṁ, ē ja mārō adhikāra chē.
tanē jagāḍuṁ, ēka divya nr̥tya chē,
tanē mārāmāṁ pāmuṁ, ē ja tō ēkarūpatā chē.
|
|