તરસી રહ્યું છે તો મન મારું, તરસી રહ્યું છે તો મન મારું,
ગાતુ રહ્યું મન મંદિરમાં મારું, તરસી...
ભાવતું નથી બીજું કંઈ પણ સારું, તરસી...
પ્રેમપ્રદેશમાં તો ઘર વાસ્યું, તરસી...
પ્યાસ ભરી રાહ જોવે તારી, તરસી...
સાંજ સવાર એ તો બસ જાગ્યું, તરસી...
સંગ તારા એ તો છે તારું, તરસી...
કામ કરે નામ લે તારું, તરસી...
પ્યાર જગતમાં તો સાવ કાચો, તરસી...
ભૂલ્યું નથી એ તો ઘર સાચું, તરસી...
આવી રહ્યું તારે શરણે પાકું, તરસી...
પ્રેમ હવે એ તો કરે સાચો, તરસી..
- ડો. હીરા