સાંભળ્યું નથી કે જાણ્યું નથી, પણ તને ટુકુર ટુકુર જોઈએ છીએ,
ખુશીમાં તારી હવે શામિલ થઈ, તારી સંગ હવે અમે ડોલીએ છીએ.
માફી માંગીએ તારી કે હોશ હવે અમે તારી પાસે ખોઈએ છીએ,
કે સંગ તારા, તને પણ ભૂલી હર ડગર ડગર અમે ઝૂમિયે છીએ.
આંખો તારી નિર્દોષ જોઈ, અમે તો એમાં ડૂબિયે છીએ,
કોને ભાન રહે, હવે તો એમાં અમે સ્વ ને ભૂલિયે છીએ.
ગુણગાન તારા ગાતા, ના અમે તો એમા થાકિયે છીએ,
તારી મસ્તીમાં ને મસ્તીમાં અમે તો ઝૂમી ઉઠિયે છીએ.
એવા તારા સ્વરૂપમાં અમે આગળ વધિયે છીએ,
કે ક્ષણ એવી આવી કે અમે વારંવાર તને આવકારિયે છીએ.
રહીયે સદા તારી મસ્તીમાં, હે પ્રભુ અમે બસ એવું ઇચ્છિએ છીએ.
- ડો. હીરા