પરિવર્તન એ જ દુનિયામાં મોટામાં મોટો નિયમ છે,
જે જૂનું છે એ જ નવેસરથી દુનિયામાં પાછું આવે છે.
બદલાતો ને બદલાતો એ જ પાછો ત્યાં ને ત્યાં આવે છે,
પુરાણું એજ આજે નવું થઈ વારંવાર સામે આવે છે.
યુગોના યુગોમાં પણ એ જ ભૂલો પાછી ને પાછી થાય છે,
દુનિયામાં તોયે બધું નવું ને નવું લાગે છે.
એ જ કુદરતનો નિયમ, પ્રભુનો ખેલ સમજાય છે,
પછી બદલીએ અમે અમને, કોશિશ કરતા જઈએ છીએ.
કે દુનિયાના ચકડોળમાંથી, પ્રભુના ગગનમાં અમે પ્રવેશ ચાહિયે છીએ,
એજ પરિવર્તન હવે અમને પ્રભુ પાસે લઈ જાય છે.
- ડો. હીરા