ત્રાજવામાં જ્યાં તોલીએ, તો ખબર નથી પડતી;
ઇરાદામાં જ્યાં જોઈએ, તો ખામી નથી મળતી;
મંઝિલની તલાશ કરીએ, તો રસ્તો નથી મળતો;
વિયોગને જ્યાં ત્યજીએ, તો શાંતિ નથી મળતી.
અહેસાનોને જ્યાં ભૂલીએ, તો આશિષ નથી મળતા;
પડદામાં જ્યાં રહીએ, તો સોચ બદલાતી નથી.
ઊંડાણમાં જ્યાં ઊતરીએ, તો અનુભવો નથી ખૂટતા;
પામીએ જ્યાં બધું આપણે, તો પ્રભુ દૂર નથી.
જીવનની સાચી રાહે ચાલીએ, તો વિશ્વાસ નથી ખૂટતો;
શરણું જ્યાં પ્રભુનું લઈએ, તો અવસ્થા એવી નથી રહેતી.
પામ્યા વગર જ્યાં રહીએ, તો દ્વાર ખુલ્લાં નથી મળતાં;
એકરૂપતા જ્યાં મળે, તો આપણે ખાલી નથી રહેતા.
- ડો. હીરા
trājavāmāṁ jyāṁ tōlīē, tō khabara nathī paḍatī;
irādāmāṁ jyāṁ jōīē, tō khāmī nathī malatī;
maṁjhilanī talāśa karīē, tō rastō nathī malatō;
viyōganē jyāṁ tyajīē, tō śāṁti nathī malatī.
ahēsānōnē jyāṁ bhūlīē, tō āśiṣa nathī malatā;
paḍadāmāṁ jyāṁ rahīē, tō sōca badalātī nathī.
ūṁḍāṇamāṁ jyāṁ ūtarīē, tō anubhavō nathī khūṭatā;
pāmīē jyāṁ badhuṁ āpaṇē, tō prabhu dūra nathī.
jīvananī sācī rāhē cālīē, tō viśvāsa nathī khūṭatō;
śaraṇuṁ jyāṁ prabhunuṁ laīē, tō avasthā ēvī nathī rahētī.
pāmyā vagara jyāṁ rahīē, tō dvāra khullāṁ nathī malatāṁ;
ēkarūpatā jyāṁ malē, tō āpaṇē khālī nathī rahētā.
|
|